Saturday, 9 November 2013

સંત શ્રી જલારામબાપા


સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. ૧૭૯૯ની સાલમાં એટલે કે વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા.

જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા જાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું.
૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન અટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરી દેવામાં આવ્યાં. તેઓ પણ ધાર્મિક અને સંત આત્મા હતા આથી તેમણે પણ જલારામબાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાત વાળાઓની સેવાના કાર્યમાં જીવનભર પતિને મદદ કરી માનવસેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામ બાપાએ આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રા એ જવાનું નક્કી કર્યું ત્યારે તેઓ પણ તેમની સાથે જોડાયા.
૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને "ગુરુ મંત્ર", માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશિર્વાદથી તેમણે "સદાવ્રત"ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળહતું કે જ્યાં સાધુઓ , સંતો અને જરૂરિયાત મંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવતી.
એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવાર ના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામજી એ શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ મા ના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામનો સહયોગ કર્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા જાદુઈ અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં. ત્યાર બાદ થોડા સમયમઆં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે.
એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેઅમ્ની માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તમનું દર્દ શમી ગયું. આમ થતા તેઓ સંત બલારામન ચરણે પડી ગયા અને તેમને "બાપા: કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું.  આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઇલાજ અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યાં. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમની માટે પ્રાર્થના કરતા અને તેઓના દુઃખ દૂર થઈ જતા. હિંદુ તેમજ મુસ્લીમ બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. ૧૮૨૨ માં જમાલ નમન એક મુસ્લીમ વ્યાપારીનો પુત્ર બિમાર પડ્યો અને દાક્તરો હકીમોએ આશા મુકી દીધી હતી. તે સમયે હરજીએ તેમને પોતાને મેળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ૪૦ ચાલીસ મંડ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતા જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું "જલા સો અલ્લાહ".
એક સમયે સ્વયં ભગવાને એક વૃદ્ધ સંતનું રૂપ્ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાને પત્ની વીરબાઈમા ને તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવામાટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમઆં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યા રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દમ્પત્તિની મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેમણે વીરબાઈ માં પાસે એક ડમ્ડો અને ઝોળી મૂકતાં ગયાં. વીરબાઈ માં ઘેર આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આ દંડો અને ઝોળી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાંચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલી છે.

Friday, 16 November 2012

Online payment

આ લીંક દ્વારા તમે એસ.બી.આઈ. નેટ બેન્કીંગ થી ઓન લાઈન રિચાર્જ ( મોબાઈલ,ડી,ટી.એચ.) કરી શકો છો.
Light bill online payment click now 

Bsnl bill online payment click now 

Tuesday, 30 October 2012



Find your near police station
  તમારા ગામ કે શહેર નું પોલીસ સ્ટેશનનુ નામ 
 સરનામુ 
 ફોનનંબર 
 ફેકસનંબર 
ઈ-મેલ 
કચેરીની સંપર્ક માહિતી
 આ વેબસાઈટ પરથી મળી રહેશે