Pages
- Home
- My profile
- News paper,magazine,website
- MOBILE
- COMPUTER
- GOOD THOUGHT
- PRIMARY TEACHER
- CCC on line practice,from and paper
- SCHOOL
- Standard 10&12
- કહેવત ભંડાર
- ON LINE SOFTWEAR
- જાણવા જેવું...જાણી વિચારવા જેવું
- કવિ,લેખક,દેશનેતા,વૈજ્ઞાનિકો,સંત મહાપુરુષો...વિશે
- LIVE TV AND MOVIE
- SEND FREE SMS ALL INDIA
- ભારત અને ગુજરાતની વસ્તી જાણો
- Gujarati calander
- Indian Railway
- Navanagar pri school
Tuesday, 17 November 2015
Friday, 29 May 2015
Thursday, 6 November 2014
એક જ સ્માર્ટફોનમાં 2 વોટ્સએપ
એક જ સ્માર્ટફોનમાં આ રીતે 2 વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરી શકાય
- 2 એકાઉન્ટથી પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો છો
- આ શક્ય છે ખરૂં, જાણો કઇ રીતે?
કેટલાય મોબાઇલ ફોન યુઝર્સ ડ્યુઅલ સિમનો ઉપયોગ કરે છે. તેવામાં એક જ સ્માર્ટ ફોનમાં બન્ને નંબર પર વ્હોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગે છે, જેથી કરીને તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો અને એક સાથે બે એકાઉન્ટ હોવાને કારણે પ્રોફાઇલ અને સ્ટેટ્સને લઇને તમારી પ્રાઇવસી પણ બની રહે. આ માટે તમારે એક એપ 'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ' ડાઉનલોડ કરવી પડશે.
1. સૌથી પહેલા સ્માર્ટ ફોનમાં'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ'એપ ઇનસ્ટોલ કરો.
2. આ એપને ઓપન કર્યા બાદ અલગ-અલગ વોટ્સએપ પ્રોફાઇલ બનાવો
3. તમે જે પહેલું વોટ્સએપ એકાઉન્ટ બનાવશો તે એડમિનિસટ્રેટર એકાઉન્ટ બનશે. જેથી કરીને તમે તમારા ફોનની દરેક એપ અને ડેટા એક્સેસ કરી શકો છો. આ એડમિનિસટ્રેટર એકાઉન્ટ કે પ્રાઇમરી એકાઉન્ટ તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ વોટ્સએપનો ડિફોલ્ટ યુઝ થશે.
4. બીજી એકાઉન્ટ(સેકેન્ડરી એકાઉન્ટ) માટે તમારે વોટ્સએપ ફરીથી ઇન્સટોલ કરી એક્ટિવ કરવુ પડશે. આ માટે તમારે પહેલા સ્વિચમી ઓપન કરો અને સેકેન્ડરી એકાઉન્ટ સિલેક્ટ કરો. હવે તમે વોટ્સએપ ડાઉનલોડ કરો. પછી સેકેન્ડરી એકાઉન્ટ માટે વોટ્સએપ રજીસ્ટર કરો અને એક્ટિવેટ કરો.
5.એક વાર ઇન્સટોલ કર્યા પછી તમે બન્ને એકાઉન્ટથી વોટ્સએપ યુઝ કરી શકો છો.
Monday, 11 November 2013
Saturday, 9 November 2013
સંત શ્રી જલારામબાપા
સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. ૧૭૯૯ની સાલમાં એટલે કે વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા.
જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા જાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું.
૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન અટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરી દેવામાં આવ્યાં. તેઓ પણ ધાર્મિક અને સંત આત્મા હતા આથી તેમણે પણ જલારામબાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાત વાળાઓની સેવાના કાર્યમાં જીવનભર પતિને મદદ કરી માનવસેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામ બાપાએ આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રા એ જવાનું નક્કી કર્યું ત્યારે તેઓ પણ તેમની સાથે જોડાયા.
૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને "ગુરુ મંત્ર", માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશિર્વાદથી તેમણે "સદાવ્રત"ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળહતું કે જ્યાં સાધુઓ , સંતો અને જરૂરિયાત મંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવતી.
એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવાર ના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામજી એ શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ મા ના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામનો સહયોગ કર્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા જાદુઈ અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં. ત્યાર બાદ થોડા સમયમઆં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે.
એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેઅમ્ની માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તમનું દર્દ શમી ગયું. આમ થતા તેઓ સંત બલારામન ચરણે પડી ગયા અને તેમને "બાપા: કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું. આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઇલાજ અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યાં. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમની માટે પ્રાર્થના કરતા અને તેઓના દુઃખ દૂર થઈ જતા. હિંદુ તેમજ મુસ્લીમ બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. ૧૮૨૨ માં જમાલ નમન એક મુસ્લીમ વ્યાપારીનો પુત્ર બિમાર પડ્યો અને દાક્તરો હકીમોએ આશા મુકી દીધી હતી. તે સમયે હરજીએ તેમને પોતાને મેળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ૪૦ ચાલીસ મંડ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતા જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું "જલા સો અલ્લાહ".
એક સમયે સ્વયં ભગવાને એક વૃદ્ધ સંતનું રૂપ્ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાને પત્ની વીરબાઈમા ને તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવામાટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમઆં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યા રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દમ્પત્તિની મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેમણે વીરબાઈ માં પાસે એક ડમ્ડો અને ઝોળી મૂકતાં ગયાં. વીરબાઈ માં ઘેર આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આ દંડો અને ઝોળી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાંચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલી છે.
Friday, 16 November 2012
Online payment
આ લીંક દ્વારા તમે એસ.બી.આઈ. નેટ બેન્કીંગ થી ઓન લાઈન રિચાર્જ ( મોબાઈલ,ડી,ટી.એચ.) કરી શકો છો.
Light bill online payment click now Bsnl bill online payment click now

Subscribe to:
Posts (Atom)